21 May 2026, Thu

દેવભૂમિ દ્વારકામાં પ્રિ-મોન્સૂન તૈયારીને લઈ તંત્ર સજ્જ

જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વપૂર્ણ બેઠક

રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન આવનારી વર્ષાઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લામાં જરૂરી પૂર્વ તૈયારીઓ, સંકલન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરએ વિવિધ વિભાગોના અધિકારીઓને સંભવિત ભારે વરસાદ, પૂર જેવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સમયસર અને સુવ્યવસ્થિત આયોજન કરવા સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને ડિઝાસ્ટર પ્લાન તૈયાર રાખવા, નીચાણવાળા વિસ્તારોની ઓળખ, ડ્રેનેજ સફાઈ, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ તથા ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા સજ્જ રાખવા પર ભાર મૂક્યો હતો.

બેઠકમાં તંત્રની તૈયારીઓ વધુ મજબૂત બને અને જનહિતને પ્રાથમિકતા આપવામાં આવે તે માટે માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા. જિલ્લા પ્રશાસન દ્વારા વરસાદી સીઝનમાં કોઈપણ પરિસ્થિતિનો ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે સંકલિત કામગીરી હાથ ધરાશે તેવી ખાતરી પણ વ્યક્ત કરવામાં આવી હતી

રિપોર્ટર અવેસ બ્લોચ

યશ્વી ગુજરાત ન્યૂઝ

સલાયા