26 મી જાન્યુઆરી 2026 ના રોજ 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાળુકડ કન્યા શાળા ખાતે વાળુકડ કે.વ શાળા અને ખારશી પ્રા. શાળાના સંયુકત ઉપક્રમે ઉજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગામમાં પ્રભાત ફ્રેરી કાઢી શાળાના પટાંગણમાં ગામની ભણેલ દીકરી અને મહિલા સરપંચ દીપિકાબેન ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ધ્વજવદન કર્યા બાદ વાળુકડ ક્લસ્ટરના CRC જયપાલસિંહ ગોહિલ અને ઘોઘા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જે.ડી ગોહિલએ આમંત્રિત મહેમાનોને આવકારવા સાથે સ્વાગત પ્રવચન કર્યું હતું.તેમજ સરપંચ દીપિકાબેનએ વાલીઓને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જાગૃત રહેવા,સક્રિય રહે વિવિધ ઉદાહરણો દ્વારા સમજ આપી પ્રવચન આપ્યું હતું.પ્રજાસત્તાક પર્વે વિધાર્થીઓ દ્વારા દેશભક્તિને લગતી ૧૯ જેટલી વિવિધ કૃતિઓ રજુ કરી સમગ્ર વાતાવરણને દેશભક્તિ બનાવ્યું હતું,અભ્યાસમાં શ્રેષ્ઠ અને વિશિષ્ટ સિદ્ધ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય રામજીભાઈ તેમજ વાળુકડ ગ્રામ પંચાયતના તમામ સભ્યો,વાળુકડ કન્યા શાળાના આચાર્ય બટુકભાઈ ચૌહાણ,વાળુકડ કે.વ શાળાના આચાર્ય ભુપતભાઈ વાઘેલા,ખારશી શાળાના આચાર્ય કિશોરભાઈ દવે તેમજ તમામ શાળાનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યાં હતાં.




