વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાવનગરના એક દિવસીય પ્રવાસે ભાવનગર એરપોર્ટ પર આવી પહોચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનનું ભાવસભર સ્વાગત કર્યુ હતું.

વડાપ્રધાનના સ્વાગત-સત્કાર માટે મુખ્ય સચિવ પંકજ જોષી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, રેન્જ આઇ. જી. ગૌતમ પરમાર, જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલ, પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય, અગ્રણી કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.







