21 Jan 2026, Wed

સુશાસન દિવસ નિમિત્તે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થતું ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સુશાસન દિવસની ઉજવણી નર્મદા હોલ, સ્વર્ણિમ સંકૂલ-૧, સચિવાલય ખાતે કરવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિના અવસર પર ૨૫મી ડિસેમ્બરને “સુશાસન દિવસ” તરીકે ઉજવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર કાર્યક્રમનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું.

સુશાસન દિવસની ઉજવણી અંગેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ સહિત વિવિધ કચેરીના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન સુશાસન, પારદર્શક વહીવટ, જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ તથા જનસેવા સંબંધિત મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નાયબ વન સંરક્ષક વાય.એ.દેસાઇ, નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહીને જિલ્લાના સંબંધિત અધિકારીઓ સુશાસન દિવસની ઉજવણીમાં સહભાગી બન્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *