21 Jan 2026, Wed

પાલિતાણાના દુધાળા ખાતે ગ્રામ વિધાલયમાં પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિર યોજાઈ

આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ , ભાવનગરના સંયુક્ત ઉપક્રમે પાલિતાણા તાલુકાના દુધાળા ગામમાં ગ્રામ વિધાલય ખાતે પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો જેવા કે, જીવામૃત, બીજામૃત, તેમજ પ્રાકૃતિક ખેતી નું મહત્વ ,તેમજ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત વગેરેની પ્રાયોગીક તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું મહત્વ તથા મિશ્ર/આંતરપાકોની અગત્યતા બાબતે ખેડૂતોને અવગત કરાવવામાં આવ્યા હતા.તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત તત્વો તથા પાંચ મુખ્ય આયામો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, અછાદન અને વાવેતર પદ્ધતિ – અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિરમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેતપેદાશોના સ્ટોલનું પ્રદર્શન રાખવા આવ્યું હતું.

તાલીમ દરમિયાન શાબ્દિક સ્વાગત પાલિતાણા તાલુકા ના ATM મનીષ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત તેનું મહત્વ અને ફાયદાઓની વિસ્તૃત જાણકારી પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા), ભાવનગર જે.એન. પરમાર દ્વારા આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત વિનુભાઈ ભગવાનભાઈ સોલંકી દ્વારા પ્રાકૃતિક ખેતીમાં પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા), ભાવનગર શ્રી જે. ડી. ચાવડા દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અને બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃતની માહિતી આપી હતી. પ્રગતિશીલ ખેડૂત મનસુખભાઈ ગુજરાતી દ્વારા પ્રાકૃતિક કૃષિના પાયાના સિદ્ધાંતો જેમ કે આચ્છાદન, વાપ્સા અને મિશ્રપાક પદ્ધતિ અંગેની માહિતી આપવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટ ભાવનગર ના જેસર તાલુકાના BTM અજીતસિંહ ગોહિલ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણની પદ્ધતિઓ અને બજાર વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માહિતી આપી પોતાના અનુભવ વર્ણવ્યા હતા. નાયબ બાગાયત નિયામક એમ.બી વાઘમશી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે બાગાયતની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

તાલીમના અંતમાં ભાવનગર જિલ્લાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોની સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજર ઘનશ્યામ ભાઈ કંટારિયા દ્વારા આભાર વિધિ કરી ઉપસ્થિતિ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. તાલીમમાં અંદાજિત ૫૪૭ ખેડૂતોએ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *