ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરમદીયા ગામે આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધી જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષામાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

તેના ભાગરૂપે “ડોર ટુ ડોરના નવાં વાહનોનું ઉદ્ઘાટન તેમજ ડોર ટુ ડોરના MOU કરવામાં આવ્યાં હતાં.તેમજ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી તેમજ સામૂહિક સ્વચ્છતાના શપથ લીધાં હતાં.

આ વેળાએ SBM-Gના ડિસ્ટ્રિક્ટ કો ઓડિનેટર અચ્યુતભાઈ રાજ્યગુરૂ,જિલ્લા પંચાયતના સદસ્ય ગેમાભાઇ મકવાણા,IRDP શાખાના એટીડીઓ કૌશિકભાઈ ધાંધલ્યા,શાળાના આચાર્ય અને શિક્ષક સ્ટાફ ,ગામના તલાટી મંત્રી,સરપંચ તેમજ મહુવા તાલુકાના SBM-G ના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.



