21 Jan 2026, Wed

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ભાવનગર-પોરબંદર ટ્રેનનું ખોડિયાર મંદિર સ્ટેશન ખાતે સ્ટોપેજ અપાયું

આઈ શ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદ અને સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી, ભાવનગર-પોરબંદર ટ્રેનનું સ્ટોપેજ હવે ખોડિયાર મંદિર સ્ટેશન પર સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

ભાવનગર-બોટાદ સંસદીય મતવિસ્તારના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસો અને શ્રી આઈ શ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદથી પ્રદેશના લોકોની લાંબા સમયથી ચાલતી માંગણી પૂર્ણ થઈ છે.

હવે ખોડિયાર મંદિર સ્ટેશન પર ભાવનગર-પોરબંદર ટ્રેનનું સ્ટોપેજ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી ભક્તો અને મુસાફરોને મોટી સુવિધા મળશે અને ખોડિયાર ધામ આવતા અને જતા મુસાફરોને સીધો ફાયદો થશે.આ સિદ્ધિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજીના દૂરંદેશી નેતૃત્વ અને સંવેદનશીલ નિર્ણયનું પરિણામ છે.

આ પ્રસંગે સંસદ સભ્ય શ્રીમતી નીમુબેન બાંભણીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો ખાસ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે-
“ભક્તો અને મુસાફરોની આ લાંબા સમયથી ચાલી આવતી માંગણી પૂર્ણ કરીને, સરકારે માત્ર જાહેર સુવિધાઓને પ્રોત્સાહન આપ્યું નથી પરંતુ પ્રદેશની શ્રદ્ધાનું પણ સન્માન કર્યું છે. ખોડિયાર માતાજીના આશીર્વાદથી, ભાવનગર-બોટાદ સંસદીય મતવિસ્તારમાં વિકાસનો કાફલો સતત આગળ વધી રહ્યો છે.”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *