ઘોઘા તાલુકાના કણકોટ ગામની પ્રાથમિક શાળા ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી,જેમાં ધ્વજવંદન સંપન્ન થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના ઉદબોધનમાં વિદ્યાર્થીઓને હકની સાથે સાથે ફરજ પ્રત્યે પણ સભાન બનવાની હાકલ કરી તેમજ બંધારણની મર્યાદા જાળવી અને હંમેશા રાષ્ટ્રહિતમાં જીવન વ્યતીત કરવાની પ્રેરણા આપી હતી.

આજના આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રપ્રેમનું નિદર્શન કરતી ખૂબ ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

આ કાર્યકમમાં રાજકીય અને સામાજિક આગેવાનો,શાળાના આચાર્ય તથા સ્ટાફ તેમજ SMC કમિટીના સભ્યો,ગ્રામજનો અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા.


