21 Jan 2026, Wed

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના ‘નેશનલ સાયન્સ સેમિનાર 2025’ નું આયોજન

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 12 સપ્ટેમ્બર, 2025 ના રોજ જિલ્લા કક્ષાના ‘નેશનલ સાયન્સ સેમિનાર 2025’ નું આયોજન કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

જિલ્લા કક્ષા ના નેશનલ સાયન્સ સેમિનારમાં ભાવનગર જિલ્લાની જુદી જુદી શાળામાંથી ધોરણ ૮ થી ૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરીને ભાગ લીધેલ હતો.

વર્ષ ૨૦૨૫ માટે નેશનલ સાયન્સ સેમિનારનો વિષય ક્વોન્ટમ યુગની શરૂઆત : સંભાવનાઓ અને પડકારો છે. ભાગ લીધેલ બાળકોએ ચાર્ટ તથા પ્રેઝન્ટેશન દ્વારા પોતાના સેમીનાર રજૂ કર્યા હતા.

બાળકોમાં નવી ટેકનોલોજી અને થઇ રહેલા સંશોધનો વિષે કૃતજ્ઞતા વધે તે હેતુથી National Council of Science Museums (Ministry of Culture, Govt. Of India) દ્વારા પ્રત્યેક વર્ષે નેશનલ સાયન્સ સેમિનારનું જીલ્લા કક્ષા-રાજ્ય કક્ષા-રાષ્ટ્ર કક્ષાએ આયોજન કરવામાં આવે છે. જેનું રાજ્ય કક્ષાનું સંકલન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી- GUJCOST (Dept. Of Science and technology, Govt. of Gujarat) દ્વારા અને ભાવનગર જીલ્લાનું સંકલન GUJCOST દ્વારા સ્થાપિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર મારફતે કરવામાં આવે છે.

આ કાર્યક્રમ માં ભાવનગર જીલ્લા માંથી આશરે ૨૮૮ જેટલા વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અને સાથોસાથ ૧૦૦ જેટલા માર્ગદર્શક શિક્ષકો પણ હાજર રહ્યા હતા.

ત્યારબાદ બાળકોએ રીજીયોનલ સાયન્સ સેન્ટરની વિજ્ઞાનને લગતી જુદી જુદી ૫ થીમ બેઈઝ ગેલેરીની મુલાકાતનો લાભ લીધો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર કાર્યરત છે. વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને વિજ્ઞાન સાથે જોડવા, તથા લોકો માં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા આરએસસી ભાવનગર સતત પ્રયત્નશીલ રહે છે.

આ કાર્યક્રમ પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, પ્રખ્યાત ઉદ્યોગપતિ નીતિનભાઈ કણકીયા હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *