વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે તા.૧૭-૧૨-૨૦૨૫ ના રોજ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘની રાજય કારોબારી બેઠક યોજાય હતી.આ અવસરે રાજય સરકારનાં મંત્રીઓનાં સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.કારોબારી બેઠકમાં ગુજરાત રાજયના કેબિનટ શિક્ષણમંત્રી પ્રધુમન વાજા તથા રાજય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાની વિષેશ ઉપસ્થિત રહી.પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી બંને માનનીય મંત્રીઓનું નોટબુક,શાલ,સ્મૃતિ ચિહ્નન તથા પુષ્પગુચ્છ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.સદર બેઠક દરમિયાન મંત્રીઓએ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવતા સંગઠનાત્મક, શિક્ષક હિતલક્ષી અને શિક્ષણ લક્ષી કર્યોની ખૂલેઆમ પ્રશંસા કરી હતી.રાજયકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સંઘ શિક્ષકો માટે પરિવારની જેમ સતત ચિંતા કરે છે અને સરકાર સાથે સકારાત્મક સંવાદ દ્વારા પ્રશ્નોનું સમાધાન લાવે છે.તેમ કહી પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યશેલીને બિરદાવી હતી.કેબિનેટ શિક્ષણમંત્રી પ્રધુમનવાજાએ શિક્ષણના હિતમાં ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણસંઘ સાથે ખભેખભા મિલાવી કાર્ય કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યકત કરી રાજય કારોબારી બેઠકને શુભેચ્છાઓ પાઠવી હતી.આ બેઠક અને સન્માન સમારોહ પ્રાથમિક શિક્ષણના વિકાસ તથા શિક્ષકહિત માટે મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સાબિત થયો એમ ઘોઘા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જયપાલસિંહ ગોહિલ (જે.ડી.ગોહિલ) એ જણાવ્યું હતું.




