21 Jan 2026, Wed

ભાવનગરમા નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવકોની બે દિવસીય તાલીમ સંપન્ન

ભાવનગર કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. મનીષકુમાર બંસલ અને અધિક નિવાસી કલેક્ટર એન.ડી ગોવાણીની સીધી નિગરાની અને નિયંત્રણ હેઠળ કામ કરતી “નાગરિક સંરક્ષણ દળ” ના 360 કરતા વધુ સ્વયંસેવકો/કર્મચારીઓ માટે ઓડિટોરિયમ હોલ,સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે તા.૨૦/૧૨/૨૫ અને ૨૧/૧૨/૨૫ ના રોજ બપોરે ૦૨:૩૦ થી ૦૫:૩૦ કલાક સુધીના બે દિવસની એક ટ્રેનિંગ સેશન (તાલીમ વર્ગ) નું આયોજન કરવામાં આવેલ હતું.

આ તાલીમ વર્ગ પાછળનો મુખ્ય હેતુ નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવકો ભવિષ્યમાં સંભવિત કોઈ આપત્તિની પરિસ્થિતિમાં કેવી રીતે પ્રાથમિક સારવાર અને ફાયર સેફટી અંગેના પ્રોટોકોલ વિશે માહિતી મેળવી શકે અને હમણાં થોડા સમય પહેલા જ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ સફળ એવા “ઓપરેશન સિંદુર” દરમ્યાન સર્જાયેલી પરિસ્થિતિ સમયે કેવી રીતે લડત આપી અને નાગરિકોને પ્રાથમિક સુરક્ષા સારવાર અને સંરક્ષણ પૂરી પાડી શકાય અને યુદ્ધ કે આક્રમણ જેવી કોઈ ઈમરજન્સી પરિસ્થિતિમાં ખૂબ જ ઓછા સંસાધનો અને માનવબળ સાથે કોઈ દુર્ઘટના મળ્યાની સૂચના મળ્યાથી લઈને પરિસ્થિતિ કાબૂમાં આવે ત્યાં સુધીના સમયમાં માત્ર અસરગ્રસ્ત વિસ્તાર પુરતા જ નહી પરંતુ સમગ્ર જિલ્લાના તમામ નાગરિકોને કેવી રીતે સલામત સ્થળે પહોંચાડી શકાય અને યુદ્ધ માટેના જરૂરી પ્રોટોકોલોને સમજી,જાણી અને સમગ્ર દુર્ઘટનાની પરિસ્થિતિ ખૂબ જ ઓછા નુકસાન સાથે નિવારી શકાય તે માટેના તમામ પ્રોટોકોલો અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન ભાવનગરના ચીફ વોર્ડન સી. કે. પટેલ દ્વારા કરવામાં આવેલું હતું અને આ કાર્યક્રમમાં ડીન ડો. ચિન્મય શાહ, તબીબી અધિક્ષક ડો. અશોક વાળા, પ્રોફેસર ડો. મેહુલ ગોસાઈ, પ્રોફેસર ડો.જીગ્ના દવે અને પ્રોફેસર ડો. લોપા ત્રિવેદીના માર્ગદર્શન અને સહકારથી સરકારી મેડિકલ કોલેજ અને સર.ટી જનરલ હોસ્પિટલ ભાવનગરના એનેસ્થેસિયોલોજી (ઈમરજન્સી સારવાર) વિભાગ ના તબીબી નિષ્ણાંતોએ ડો. હર્ષ મહેતા (મદદનીશ પ્રાધ્યાપક) ના માર્ગદર્શનમાં ડો.જીગ્નેશ કવાડ (Senior resident), ડો. રવિના ધાનાણી (Senior resident), ડો. રાજવી ભીમાણી (Resident doctor) અને ડો. ભાવિન ચૌહાણ (Resident doctor) દ્વારા “COLS કમ્પ્રેશન ઓન્લી લાઇફ સપોર્ટ” અને પ્રાથમિક સારવાર અને CPR (કાર્ડિયો પલ્મોનરી રીસક્સીટેશન) અંગે ખૂબ જ ઊંડાણથી માહિતી આપીને હેન્ડસ ઓન પ્રેક્ટિકલ સેશન સાથે ટ્રેનિંગ આપવામાં આવેલ અને આ સાથે જ ફાયર એન્ડ ઈમરજન્સી સેવા વિભાગ,ભાવનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કરણભાઈ ગઢવી અને તેઓના સાથી કર્મચારીઓની મદદથી યુદ્ધ અને હુમલા જેવી સ્થિતિમાં ફાયર કંટ્રોલ તકનીકો અને રેસ્ક્યુ એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ કામગીરી અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

જ્યારે સિવિલ ડિફેન્સ (નાગરિક સરસણ દળ) ની ૧૨ સેવાઓ અને દળની શરૂઆત કરવામાં આવી ત્યારથી આજદિન સુધી કામગીરી અને દળના સંયમ સેવકોની ભૂમિકા અંગેની પ્રાથમિક તાલીમ ચીફ વોર્ડન નાગરિક સંરક્ષક દળ ભાવનગરના સી.કે.પટેલ દ્વારા આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *