
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી જુમાહભાઈ સગરનું પાટનગર ગાંધીનગર ખાતે સલાયા નગરપાલિકામાં શ્રેષ્ઠ અને સારી કામગીરી બદલ સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા,સાથે સાથે તેમની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને SI (સેનેટરી ઇન્સ્પેકટર) તરીકે બઢતી આપી પ્રમોશન આપવામાં આવ્યું હતું,જુમાહભાઈ સગરને SI તરીકે બઢતી મળતા પરિવારજનો અને મિત્ર વર્તુળમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને તેમના દ્વારા અઢળક શુભેચ્છાઓ આપવામા આવી રહી છે.


