ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૧૧ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન જુનિયર બ્યુટી પ્રેકટીશનર (લઘુ ઉધમી ) ની ૩૫ દિવસની નિવાસી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૭ જેટલી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના ડાયરેક્ટર શ્યામ નિવાસે તાલીમાર્થી બહેનો બિઝનેસ લોન અંગે જાણકારી પુરી પાડી હતી.તેમણે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા, જીવનમાં આગળ વધવાની પ્રેરણાપુરી પાડી હતી.
આ વેળાએ ડીસ્ટ્રીક ડેવલોપમેન્ટ મેનેજર દિપકકુમાર ખલાસ (NABARD), ફેકલ્ટી ઇશાનભાઇ, જયેશભાઇ, ઓફીસ આસી. સમિકકુમાર, દ્રષ્ટીબેન, ડી.એસ.ટી ટ્રેઇનર માલાબેન ત્રિવેદી, નેશનલ એકેડેમી ઓફ રૂડસેટીના ઇડીપી એસેસર એ.બી. કલીવડા અને ડોમેઇન એસેસર રેખાબેન સોનાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

