કેન્દ્રીય રાજ્યમંત્રી તથા ભાવનગર–બોટાદ લોકસભા સાંસદ શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયા અને રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા આયોજિત સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ અંતર્ગત ભાવનગર–બોટાદ વિસ્તારમાં તાલુકા તથા ઝોન કક્ષાની રમતો છેલ્લા બે દિવસથી ભારે ઉત્સાહ સાથે યોજાઈ રહી છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ યુવાશક્તિ અને રમતગમતને પ્રોત્સાહન આપવા આ મહોત્સવ આયોજિત થયો છે,જેમાં ૧,૭૮,૪૪૦ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. મહોત્સવની શરૂઆત દિવ્યાંગ ખેલાડીઓની સ્પર્ધાઓથી કરવામાં આવી, જેમાં ૪૦૦થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

તા. ૧૬ થી ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન કુલ ૨૨ સ્થળોએ વિવિધ રમતો યોજાશે. તાલુકા તથા ઝોન કક્ષાના વિજેતાઓ જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ (તા. ૨૨–૨૩ ડિસેમ્બર) માં ભાગ લેશે અને મહોત્સવની પૂર્ણાહુતિ તા. ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ થશે.

“રમતથી રાષ્ટ્રનિર્માણ” ના સંદેશ સાથે યુવાનોમાં આરોગ્ય, એકતા અને ખેલદિલીની ભાવનાનો વિકાસ કરવાનું આ પ્રેરણાદાયી આયોજન છે.


