ભાવનગર ખાતે સમરસ કુમાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે “માનસિક સ્વાસ્થ્ય માર્ગદર્શન તથા વ્યક્તિગત પરામર્શ ઉપચારાત્મક” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ સેમિનારમાં શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાનના પ્રોફેસર ડૉ.ભરતભાઈ ભટ્ટ તથા સર.ટી. હોસ્પિટલના સાઇકિયાટ્રીસ્ટ ડૉ.દિગ્વિજયસિંહ ગોહિલ અને સોશ્યલ વર્કર રોહિતભાઈ જોષી દ્વારા વિદ્યાર્થી અવસ્થામાં મૂંઝવતા વિવિધ પ્રશ્નો જેવા કે અજંપો, હતાશા, તણાવ વગેરે ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ પ્રકારના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત લક્ષણો જણાય તો સર.ટી. હોસ્પિટલનો સંપર્ક કરી વ્યક્તિગત પરામર્શ થકી ઉપચારાત્મક કાર્ય વિશે સમજણ પૂરી પાડવી ઉપરાંત યુવા અવસ્થામાં, વિદ્યાર્થી અવસ્થામાં પરીક્ષા કે વ્યક્તિગત વિવિધ મૂંઝવતા પ્રશ્નો અંગે પ્રશ્નોતરી પૂછવાની તક આપી અને છાત્રોને સંતોષકારક જવાબ મળી રહે તે રીતે આજના સેમિનારમાં ખૂબ જ ઉત્સાહથી છાત્રોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં લોકલ મેનેજમેન્ટ સમિતિ, સમરસ છાત્રાલયના અધ્યક્ષ ગામિત, સમાજ કલ્યાણ અધિકારી મીનાબેન કે.રાઠોડ તથા સમગ્ર સમરસ છાત્રાલયના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.




