ભાવનગર જિલ્લાની સખી મંડળની બહેનોનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો,લોકલાડીલા નેતા-ગુજરાતના સપૂત અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને આવકારવા માટે પરંપરાગત કેસરી સાડીના પરિધાનમાં અને કેસરિયા સાફામાં સજ્જ થઈ ‘ સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

આ સખીમંડળની બહેનોએ સભાસ્થળ ખાતે ઓપરેશન સિંદૂર-દેશની સુરક્ષાનો સંકલ્પ, સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર ભારત જેવા સંદેશ સાથેના પેમ્પલેટ- સ્ટીકર દર્શાવી વડાપ્રધાન મોદીના આહવાનને પૂરજોરથી સમર્થન પણ કર્યું હતું.

ઘોઘાના એકતા સખી મંડળના બહેન અંકિતાબેન ભટ્ટે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બહેનોના સન્માન અને ઉત્કર્ષ માટે ખૂબ સારા કામ કર્યા છે.તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોતાના ‘ભાઈ ‘ સમા ગણાવતા કહ્યું કે, ખાસ ગ્રામીણ અને પછાત વિસ્તારના બહેનોને પગભર કરવા માટે સખી મંડળ જેવી યોજનાઓ શરૂ કરી છે. વોકલ ફોર લોકલની નેમથી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન મળ્યું છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતાથી બહેનોના માન સન્માનનું રક્ષણ પણ કર્યું છે, આ સાથે સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર ભારતના આહવાનથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આગળ લઈ જવા માટે મજબૂત સંકલ્પ કર્યો છે.
તેવા જ એક વરતેજ ગામના વિહા સખી મંડળના બહેન અંકિતાબેન મકવાણાએ પણ કંઈક તેવી જ લાગણી વ્યક્ત કરી હતી.



