મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા,જિલ્લાના પ્રભારી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સભ્ય સર્વ શ્રી જીતુભાઈ વાઘાણી,સેજલબેન પંડ્યા,મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.









