6 Dec 2025, Sat

ભાવનગર મહિલા સહાયતા કેન્દ્રની મદદથી ૧૭ વર્ષની દિકરીને હેરાન કરનાર છોકરાથી મળ્યો છુટકારો

મહિલાઓ પર થતાં અત્યાચારો જેવી કે, ઘરેલું હિંસાની ઘટનાઓમાં મહિલા સહાયતા કેન્દ્ર, ભોગ બનનાર મહિલાઓની મદદે આવતા હોય છે અને ભોગ બનનાર મહિલાઓને ન્યાય અપાવવાના પ્રયત્નો કરી પીડિત મહિલાઓને ન્યાય અપાવવાની કામગીરી કરે છે ત્યારે ભાવનગર મહિલા સહાયતા કેન્દ્રની સરાહનીય કામગીરી સામે આવી છે.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર (PBSC) ખાતે તા.૦૮મી નવેમ્બર, ૨૦૨૫ ના રોજ એક બહેન તેની ૧૭ વર્ષની દિકરીને સાથે લઇને આવ્યા, તેઓને વકીલ દ્વારા આ સેન્ટર પર મોકલવામાં આવ્યા હતા, આ ૧૭ વર્ષની દિકરીએ કહ્યું કે, તેને આ સેન્ટરની મદદની જરુર છે, સેન્ટર ખાતે ફરજ બજાવતા કાઉન્સેલર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું તથા તેમની માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે તેમ જણાવતા તે ૧૭ વર્ષની દિકરીએ જણાવ્યું કે, તે છોકરી કોઇ ૨૦ વર્ષના છોકરા સાથે બોલતી હતી તે છોકરો સારો નથી, તેની તેને જાણ થતા તેણે પોતાની ઇચ્છાથી તેને છોડી દિધો છે, તો હવે તે છોકરો બીજા લોકોને તેના ફોટા બતાવી અને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મિડિયાની એપ્લીકેશનમાં તેના ફોટોગ્રાફ્સ પોસ્ટ, વાયરલ કરી તેને બદનામ કરે છે, તેમને સાઈબર ફ્રોડ અને પોક્સો એક્ટની માહિતી આપી હતી, પરંતુ તે વ્યક્તિ તેમના સગા/સંબંધીમાંથી હોઈ, તે ૧૭ વર્ષની દિકરીની ઈચ્છા હતી કે, તેણીને આ મહિલા સહાયતા કેન્દ્ર (PBSC) તેને મદદ કરે. તેથી તે દિકરીની અરજી લેવામાં આવી, તે છોકરાને મહિલા સહાયતા કેન્દ્ર (PBSC) ખાતે બોલાવી કાઉન્સેલર દ્વારા સમજાવામાં આવ્યું કે, તે આ દિકરીને હેરાન ના કરે, અન્યથા તેના પર કાયદેસરની કડક કાર્યવાહી થઇ શકે છે ?.

આમ, આ છોકરાને વારંવાર સમજાવવા છતાં તે છોકરો સમજતો ન હતો, તે કહેતો હતો જે થાય તે કરી લ્યો, પરંતુ હું તો તેને પ્રેમ કરુ છું, તે માટે ફોટો તો મુકીશ જ, ત્યારે કાઉન્સેલર દ્વારા તે છોકરાને PI (પોલીસ ઇન્સ્પેકટર) એ. ડી. ખાંટ પાસે લઇ જવામાં આવ્યો. P.I. દ્વારા પોક્સો એક્ટ દાખલ કરવા કહેવામાં આવ્યું એટલે તે માની ગયો અને તેના બન્ને ફોનને ફોર્મેટ કરવામાં આવ્યા તથા ઇન્સ્ટાગ્રામ આઈ. ડી. માંથી તેના ફોટાગ્રાફ્સ ડિલીટ કરવામાં આવ્યા અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાયદાની સમજ આપવામાં આવી.

મહિલા સહાયતા કેન્દ્રમાં તા. ૧૦મી નવેમ્બર, ૨૦૨૫ ના રોજ સામા પક્ષ માંથી તે ૧૭ વર્ષની દિકરીને હેરાન કરનાર છોકરા દ્વારા એસ્યોરન્સ પેપર પર લખાણ આપવામાં આવ્યું કે, હવે તે છોકરીને કોઈપણ હેરાનગતિ નહીં કરુ તથા તેના કોઈ ફોટોગ્રાફ તેની પાસે છે નહીં અને તેના કોઈ ફોટોગ્રાફ સોશીયલ મિડિયામાં પોસ્ટ કરી તેને બદનામ નહીં કરે”.

આમ, મહિલા સહાયતા કેન્દ્રમાં પોલીસની મદદ દ્વારા એક કેસમાં સુખદ સમાધાન કરાવ્યા બાદ ટેલીફોનિક ફોલોઅપ લેવામાં આવે છે, તે દિકરીને હવે કોઈ હેરાનગતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *