
મૂળ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામના અને હાલ સુરત રહેતા બેલડિયા પરિવારના દીકરાની પુણ્યતિથિ નિમીત્તે મંદબુદ્ધિ આશ્રમ ખાતે તિથિ ભોજન કરાવી શ્રદ્ધાંજલિ આપવાનું બેલડિયા પરિવારના મોભી બાબુભાઈ બેલડિયા અને માતા મંજુબેન બેલડિયાએ નક્કી કર્યું હતું.

બેલડિયા પરિવારના પુત્ર સ્વ.રાજુભાઈ બાબુભાઈ બેલડીયાની અચાનક વિદાયથી સમગ્ર પરિવાર આઘાત વશ બન્યું છે,સ્વજનની વિદાય કુદરતી કર્મ માનીને સ્વીકાર્ય કરવું જોઈએ..ત્યારે પિતા બાબુભાઈ , માતા મંજુબેન , ભાઈ અલ્પેશભાઈ અને મોટી બહેન સપનાબેનએ મનોમન નક્કી કર્યું હતું કે તેમના પરિવારના સ્વ.રાજુભાઈની પુણ્યતિથિ અલગ રીતે અને સમાજ માટે પ્રેરક બને તેવી રીતે ઉજવવી,ત્યારે પરિવારે સ્વ.રાજુભાઈની પુણ્યતિથિ મંદબુધ્ધિ આશ્રમ ખાતે તિથિ ભોજન કરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉજવવાનું નક્કી કર્યું હતું, અને આ માટે આજે સ્વ.રાજુભાઈની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુરત શહેરના કામરેજના વાલક પાટિયા તરફ જતા સ્વામીનારાયણ મિશન સ્કૂલ નજીક આવેલા માનવ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત જીવન જયોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમ ખાતે ભોજન કરાવી ભાવસભર શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આશ્રમ ખાતે ઘરવિહોણા ,નિરાધાર, મંદ બુદ્ધિના , અલંગ, નિઃસહાય ,તરછોડાયેલા અને શારીરિક રીતે અસ્વસ્થ આશ્રિત લોકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું.

આમ પરિવારે પોતાના સ્વજન સ્વ.રાજુભાઈ ને ખરા અર્થમાં ભાવભર અંજલી અર્પણ કરી હતી.




